મુખપૃષ્ઠજિલ્લા વિષે ઇતિહાસ

ઇતિહાસ

History

જૂનાગઢ જિલ્લો ઉતર અક્ષાંશ ૨૧.૬૫થી૨૦.૯૮ તથા પૂર્વ રેખાંશ ૬૯.૯૪થી૭૦.૯૫ ઉપર આવેલો છે. હાલના આ જિલ્લાનુંઅસ્તિત્વ તા.૧૯/૪/૧૯૪૯ થી જૂનાગઢ તેમજ આજુબાજુના અન્ય દેશી રજવાડાનાં વિલીનકરણથી થયુ. આ રજવાડામાં જૂનાગઢ, માણાવદર, માંગરોળ, બાંટવા, સરદારગઢ મુખ્‍ય હતાં. આ જિલ્લાનો કુલ વિસ્તાર નવા જિલ્લાના વિભાજન મુજબ ૫૦૮ ચો.કી. મી.છે.

જુનાગઢ જિલ્લો અગાઉ ૧૪ તાલુકાનો બનેલ હતો વર્ષ ૨૦૧૩ થી નવો ગીર સોમનાથ જિલ્લા અસ્તિત્વમાં આવ્યા બાદ આ જિલ્લો કુલ ૯તાલુકાઓનો બનેલો છે. પૂર્વે અમરેલી જિલ્લો,પશ્વીમે પોરબંદર જિલ્લો,ઉતરેરાજકોટ અને જામનગર જિલ્લાઓ દક્ષીણમાં ગીર સોમનાથ જિલ્લો તથા બરડાની ટેકરીઓવાળો ડુંગરાળ પ્રદેશ છે અનેપશ્રીમે અરબી સમુદ્ગથી ધેરાયેલો એમ આ જિલ્લો નૈસર્ગીકસમૃદ્ધિમાં મોખરે છે.

ગીરનાં જંગલો, ડુંગરાળ પ્રદેશ અને વિસ્તૃત મેદાનો અને તેમાં થઇને વહેતી નદીઓ, ઝરણાઓથીં શોભતો આ જિલ્લો તેના વનરાજસિંહો માટે વિશ્વ વિખ્‍યાત છે. પરદેશી પ્રવાસીઓનું આ અનોખું આકર્ષણ રહેલ છે.

જૂનાગઢ શહેર અને ગીરનારના પર્વતનું ઐતિહાસીક તેમ ઘાર્મીક મહત્વ છે. ચક્રવર્તી રાજા અશોક (રપ૦ બી.સી.) થઇ ગયેલ તેના જેતે વખતની ભાષામાં કોતરાયેલ શિલાલેખ ગીરનાર તળેટી જતાં રસ્તામાં આવે છે. જે અશોક શિલાલેખ ના નામે ઓળખા છે. પુરાતત્વખાતા ઘ્વારા શિલાલેખની જાળવણી ને નિભાવણી કરવામાં આવે છે. આ ઉપરાંત નરસિંહ મહેતાનો ચોરો,ભવનાથ મહાદેવનું પૌરાણીકમંદિર,મૃગીકુંડ, દામોદર કુંડ, ગીરનાર પર્વત, અને તેની ઉપર આવેલ જૈનોના દેરા, અંબાજી માતાજીનું મંદિર, ગોરખનાથવિગેરે પોત પોતાની રીતે વિશિષ્ટતા સાથે પૌરાણીક મહત્વ અને અગત્‍યતા ધરાવે છે.

ભારતભરના પ્રસિઘ્ધ સોમનાથ મહાદેવનું મંદિર જે બાર જયોતિર્લીંગ પૈકીનું એક છે.તે ધાર્મીક તથા ઐતિહાસીક મહત્વ ધરાવે છે. આ ઉપરાંત ભાર્લૈકા તીર્થ,દેહોત્સર્ગ પણ જાણીતી ધાર્મીક અને ઐતિહાસીક મહત્વ ધરાવતાં સ્થળો આ જિલ્લામાં વેરાવળ ખાતે આવેલ છે. ભેંસાણ ખાતે સંત દેવીદાસ અમર દેવીદાસની પરબ વાવડી ખાતે તથા વિસાવદર તાલુકામાં સતાધાર તથા કનકાઇ માતાજીની પણ ધાર્મીક અગત્‍યતા ધરાવતી જગ્‍યાઓ છે.

જિલ્લાનું મુખ્‍ય મથક જૂનાગઢ છે.

છેલ્લા સુધારાની તારીખ : 8/12/2017

વપરાશકર્તાઓ : 590087