પંચાયત વિભાગ
મુખપૃષ્ઠતાલુકા વિષેઇતિહાસ

ઇતિહાસ

 
આ તાલુકો ૨૧.૪ ઉતર અક્ષાંશ અને ૭૦.૫૫ પુર્વ રેખાંશ વૃત પર આવેલ છે. આ તાલુકા નો વિસ્‍તાર ૪૩૮.૦૬ ચો.કી.મી નો છે. આ તાલુકામાં કુલ વસ્‍તિ ૭૩૭૩૭ ની છે. આ તાલુકામાં દર હજાર પુરુષો એ સ્‍ત્રીઓ નું પ્રમાણ ૯૯૮ છે. અનુજાતીની સંખ્‍યા ૬૨ ની છે . જયારે અનુ જનજાતી ની સંખ્‍યા ૫૪૯ છે. તે જિલ્‍લામાં પ્રથમ ક્રમાંકે છે.
 
વસ્‍તી નીં ગીચતા દર ચો.કી.મી.દીઠ ૧૬૮ છે. વસ્‍તીવાળા ૪૪અને ઉજજડ ર ગામો આવેલા છે. આ તાલુકાનું જિલ્‍લા મથકે થી અંતર ૩૪ કી.મી. નું છે. આ તાલુકાના સાંકરોળા ગામે સાંકળેશ્‍વર મહાદેવ નું જુનુ મંદીર આવેલું છે. આ ગામ પાસે ડુંગરની ખીણ માં સુંદર મજાનો ડેમ આવેલો છે. તે ઇ.સ. ૧૪૦૦ માં બંધાયેલ છે.
 
આ તાલુકા નાં પરબવાવડી ગામે સતદેવીદાસ અમર દેવીદાસ બાપુની પરબ ની વર્ષોજુની જગ્‍યા આવેલી છે. જયા કાયમી ધોરણે સદાવ્રત ચાલે છે . તેમજ અષાઢી બીજ નો મેળો જોવાલાયક છે.
 
આ તાલુકામાં ચણાકા ગામે ચ્‍યવન ઋષીનો આશ્રમ – મંદીર આવેલ છે . જયા પાંચ પાન વાળો વડ જોવાલાયક છે .
 
તેમજ ડમરાળા ગામ સંતશ્રી મુંડીયાસ્‍વામી નું જન્‍મ સ્‍થાન છે. આ તાલુકા માં કોઇ મોટા ઉદ્યોગો આવેલ નથી પરંતુ ઓસ્‍ટીન એન્‍જીન્‍યરીંગ કંપની નું એક એકમ પાટલા મુકામે આવેલ છે.