પંચાયત વિભાગ
મુખપૃષ્ઠજિલ્લા વિષેજિલ્લાની સામાન્‍ય રૂ૫ રેખા

જિલ્લાની સામાન્‍ય રૂ૫ રેખા

જૂનાગઢ જિલ્લાનું અસ્તિત્વ તા.૧૯-૪-૧૯૪૯ થી જૂનાગઢ તેમજ આજુબાજુના અન્ય દેશી રજવાડાના વિલીનીકરણથી થયું છે. આ રજવાડાઓમાં જૂનાગઢ, માણાવદર, માંગરોળ, બાંટવા, સરદારગઢ અને પોરબંદર મુખ્ય હતાં.


તાજેતરમા પોરબંદર જિલ્લો તા.ર-૧૦-૯૭ થી અસ્તિત્વમાં આવતાં હવે નવરચિત જૂનાગઢ જિલ્લાનો વિસ્તાર ૮૭૮૨.૦૭ ચો. lક.મી. થાય છે. આ જિલ્લાના પુર્વે અમરેલી, ઉતરે રાજકોટ, પોરબંદર જિલ્લાથી કરાયેલ છે. દક્ષિણ તથા પશ્ચિમે અરબી સમુદ્રથી કરાયેલ છે. આ જિલ્લો નૈસર્ગિક સમૃધ્ધિમાં મોખરે છે. ગીરના જંગલો ડુંગરાળ પ્રદેશ અને વિસ્તાર મેદાનો અને તેમા થઇને વહેતી નદીઓ, ઝરણાઓથી શોભતો આ જિલ્લો તેના વનરાજસિંહો માટે વિશ્વ વિખ્યાત છે. પરદેશી પ્રવાસીઓનું અનોખું આકર્ષણ રહેલ છે.


અ.નં. વિગત આંકડાકીય માહિતી
જિલ્‍લાનું ભૌગોલિક સ્‍થાન ૨૦.૪૭ અને ૨૧.૪૫ ઉ.અ. અને ૭૦.૧૫ અને ૭૦.૫૫ પૂ.રે.
કુલ ક્ષેત્રફળ ૮૮૪૬.૦૦ ચો. કી.મી
આબોહવા દરિયા કાંઠે ભેજવાળી તથા અન્‍ય સુકી, ગરમ
જમીન કાળી, ગોરાળુ, ચૂનાના પથ્‍થરવાળી, ખારાશવાળી
નદીઓ ઉબેણ , ઓઝત, હીરણ, મચ્‍છુન્‍દ્રી, સાંબલી, સરસ્‍વતી, મેંધલ, રાવલ, આંબાજળ, મઘુવંતી વગેરે
પાક મગફળી, એંરડા, જુવાર, બાજરી, કપાસ, શેરડી, ઘંઉ, શીંગોડા, જીરૂ વગેરે
કુલ તાલુકા ૧૪
કુલ ગામ ૧૦૩૦
ગ્રામપંચાયતની સંખ્‍યા ૮૨૧
૧૦ મહાનગરપાલીકા
૧૧ નગરપાલીકા ૧૨


આગળ જુઓ