પંચાયત વિભાગ
મુખપૃષ્ઠપંચાયત વિષેપ્રસ્‍તાવના

પ્રસ્‍તાવના

જૂનાગઢ જિલ્‍લાનું સ્‍થાન ૨૦.૪૪ થી ૨૧.૪૫ ઉતર અક્ષાંશ તથા ૬૯.૪૦ થી ૭૧.૦૫ પૂર્વ રેખાંશ વચ્‍ચે આવેલ છે. જિલ્‍લાનો કૂલ વિસ્‍તાર ૮૮૮૧ ચો. કિ.મી. છે. જૂનાગઢ જિલ્‍લામાંથી પોરબંદર નવો જિલ્‍લો અસ્તિત્વમાં આવતા ત્રણ તાલુકા રાણાવાવ, કુતિયાણા અને પોરબંદરનો પોરબંદર જીલ્‍લામાં સમાવેશ થતા તથા અમરેલી જિલ્‍લાનો કોડીનાર તાલુકો નવો ઉમેરાતા તથા વેરાવળ તાલુકાને બે ભાગ કરો નવો સુત્રાપાડા તાલુકો બનતા કૂલ ૧૪ તાલુકાનો જિલ્‍લો અસ્તિત્વમાં આવેલ છે.

વસતિ ગણતરી-૨૦૦૧ અનુસાર જૂનાગઢ જિલ્‍લાની કૂલ વસતિ ૨૪.૪૮ લાખ છે. જેમાં ૧૨.૫૨ લાખ પુરૂષો તથા ૧૧.૯૬ લાખ સ્‍ત્રીઓ છે. અક્ષરજ્ઞાન ઘરાવતા લોકોની સંખ્‍યા કૂલ ૧૪.૦૮ લાખ છે. જેમાં ૮.૩૩ લાખ પુરૂષો તથા ૫.૭૫ લાખ સ્‍ત્રીઓનો સમાવેશ થાય છે. જે મુજબ અક્ષરજ્ઞાનની ટકાવારી ૬૭.૮ ટકા થાય છે. જિલ્‍લાનો વૃધ્ધિદર ૧૭.૦૮ થયેલ છે.

કૂલ ગ્રામ્‍ય વસતિ ૧૭.૩૬ લાખ છે. જેમાં ૮.૮૫ લાખ પુરૂષો તથા ૮.૫૧ લાખ સ્‍ત્રીઓ છે. જયારે શહેરી વસતિ ૭.૧૨ લાખ છે તે પૈકી પુરૂષો ૩.૬૭ લાખ અને સ્‍ત્રીઓ ૩.૪૪ લાખ છે.

જયારે જૂનાગઢ જિલ્‍લાની અનુસુચિત જાતિની કૂલ વસતિ ૨.૩૫ લાખ છે, તે પૈકી ગ્રામ્‍ય વસતિ ૧.૯૦ લાખ છે અને શહેરી વસતિ ૦.૪૫ લાખ છે.

જયારે જૂનાગઢ જિલ્‍લાની અનુસુચિત જનજાતિની કૂલ વસતિ ૧૮૮૩૨ છે, તે પૈકી ગ્રામ્‍ય વસતિ ૧૩૬૭૩ છે અને શહેરી વસતિ ૫૧૫૯ છે.

દશકાના વસતિ વઘારા દરની ૧૯૬૧ થી માહિતી પુરૂષ અને સ્‍ત્રીની નીચે મુજબ છે.

વર્ષ પુરૂષો સ્‍ત્રી કુલ
૧૯૬૧ ૬૩૮૨૯૬ ૬૦૭૩૪૭ ૧૨૪૫૬૪૩
૧૯૭૧ ૮૫૫૬૭૧ ૮૦૧૦૦૬ ૧૬૫૬૬૭૭
૧૯૮૧ ૧૦૭૪૬૦૫ ૧૦૨૬૧૦૪ ૨૧૦૦૭૦૯
૧૯૯૧ ૧૨૨૨૨૬૨ ૧૧૭૨૫૯૭ ૨૩૯૪૮૫૯
૨૦૦૧ ૧૨૫૨૩૫૦ ૧૧૯૫૮૨૩ ૨૪૪૮૧૭૩