પંચાયત વિભાગ
મુખપૃષ્ઠ યોજનાઓગ્રામમિત્ર યોજના
 

ગ્રામમિત્ર યોજના

૨. ગ્રામમિત્ર (શિક્ષણ)
  ગામના ૦ થી ૧૪ વય ધરાવતા તમામ બાળકોનો નિશ્ચિત કરેલ ફોર્મમાં સર્વે કરવો.
  સર્વે કર્યાબાદ ૬ થી ૧૪ વર્ષની વય જૂથના શાળાએ ન જતાં બાળકોના વાલીઓનો સંપર્ક કરવો તથા બાળકો શાળામાં દાખલ થાય તે સુનિશ્ચિત કરવું.
  ૦ થી ૧૬ વય જૂથના બાળકો જે બાળકો આઇસીડીએસમાં જોડાયેલ ન હોય તેવા બાળકોના વાલીઓનો સંપર્ક કરી આંગણવાડીમાં નોંધણી કરાવવી.
  શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ વખતે ધોરણ-૧ માં પ્રવેશ પાત્ર તમામ બાળકોને શાળામાં દાખલ કરાવવા અને તે માટે વાલી સંપર્ક કરવો અને ગામોમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના આયોજનમાં સહાયરૂપ થવું.
  શિક્ષણ તથા મહિલા બાળ વિકાસ વિભાગની તમામ યોજનાઓની માહિતી લાભાર્થીઓ સુધી પહોંચે તેવા પ્રયત્નો હાથ ધરવા.
  ૬ થી ૧૪ વર્ષની વયના કોઇપણ બાળક પ્રાથમિક શિક્ષણ પુરુ કર્યા વગર અધવચ્ચેથી ઉઠી ન જાય તે જોવું. જરૂર પડ્યે બાળકના વાલીઓને સમજાવવા અને માર્ગદર્શન આપવું.
  સમાજ કલ્યાણ વિભાગના એસ.સી., એસ.ટી.બાળકોને શિષ્યવૃત્તિ અપાવવા જરૂરી યોજનાકીય જાણકારી આપવી અને શિશ્યવૃતિ મળી રહે તે માટે મદદરૂપ થવું.
  ગ્રામીણ નિરક્ષર વ્યક્તિઓનો સર્વે કરી સાક્ષર બનાવવા અનુકૂળ સમયે ભણાવવા.
૩. ગ્રામમિત્ર (આરોગ્ય)
  ગ્રામની સગર્ભા માતાઓને શોધી નજીકના આંગણવાડી, સબસેન્ટર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુધી પહોંચાડવી.
  સસગર્ભા માતાઓ અને ધાત્રી માતાઓની નોંધણી અને સંભાળ કરવી.
  સગર્ભા માતાઓને સગર્ભા અવસ્થા દરમ્યાન થતા જોખમી પરિબળોથી માહિતગાર કરવા.
  નવજાત શિશુમાં થતાં મરણ અંગેના કારણોથી માતાઓને માહિતગાર કરવી.
  માતૃવંદના, બેટી બચાવો આંદોલન કાર્યક્રમમાં લોકોને સામેલ કરવા.
 
પાછળ જુઓ આગળ જુઓ