પંચાયત વિભાગ
મુખપૃષ્ઠયોજનાઓ સમરસ ગ્રામ યોજના

સમરસ ગ્રામ યોજના

સમરસ ગામ યોજનાના મહત્‍વના મુદ્દાઓ


ગ્રામપંચાયતોની ચૂંટણીઓ ગામલોકોની સર્વસંમતિથી થાય એ જરૂરી છે. આને કારણે ગામની પ્રજા ગામના વિકાસના કામોમાં ઉત્‍સાહભેર ભાગ લે અને સુમેળભર્યુ વાતાવરણ પેદા થાય. આ માટે રાજય સરકાર કટિબદ્ઘ છે. એટલા માટે જ સર્વસંમતિથી રચાતી ગ્રામપંચાયતો માટે પ્રોત્‍સાહક અનુદાનની રકમમાં નોંધપાત્ર વધારો કરી સન ૨૦૦૧ માં સરકારે ''સમરસ ગામ યોજના'' દાખલ કરી.

પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામવિકાસ વિભાગ દ્વારા, આ રીતે સર્વસંમતિથી ચૂંટણી ગ્રામપંચાયતને નીચે પ્રમાણે પ્રોત્‍સાહક અનુદાન આપવાની જોગવાઇ થઇ છે.


૫૦૦૦ સુધીની વસ્‍તી ધરાવતી સામાન્ય ગ્રામપંચાયતને રૂ. ૨,૦૦,૦૦૦/- તથા સંપૂર્ણૅ મહિલા સભ્યો ધરાવતી ગ્રામ પંચાયતને રૂ.૩,૦૦,૦૦૦ તથા ૫૦૦૧ થી ૧૫૦૦૦ સુધી વસ્તી ધરાવતી સામાન્ય ગ્રામપંચાયતને રૂ. ૩,૦૦,૦૦૦/- તથા સંપૂર્ણ મહિલા સભ્યો ધરવતી ગ્રામપંચાયતને રૂ.૫,૦૦,૦૦૦ સુધારેલા ધોરણ મુજબ પ્રોત્સાહક ગ્રાન્ટ આપવામાં આવે છે. 

પ્રથમ વાર સમરસ થતી સામાન્ય તથા મહિલા ગ્રામપંચાયતને ગામોમાં આવેલ પ્રાથમીકા શાળામાં ધોરણ ૮ ની સગવડ નહોય તો ધોરણ ૮ ની અગ્રીમતાથી મંજુરી આપવામાં આવશે
સતત બીજી વાર સમરસ થતી સામાન્ય તથા મહિલા ગ્રામ પંચાયતને પ્રથમ વખત ની પ્રોત્સાહક અનુદાનની રકમમાં ૨૫% નો વધારો તથા સી.સી.રોડની આધુનીક સુવિધા પૂરી પાડવામાં આવશે.
સતત ત્રીજી વારા સમરસ થતી સામાન્ય તથા મહિલા ગ્રામ પંચાયતને બીજી વખતના પ્રોત્સાહક અનુદાનની રકમમાં ૨૫% નો વધારો તથા ગામમાં સોલાર સ્ટ્રીટ લાઇટની આધુનીકા સુવિધા પૂરી પાડવમાં આવશે. 

સમરસ ગ્રામપંચાયત નો એવોર્ડ પણ આવી ગ્રામપંચાયતોને એનાયત કરવામાં આવે છે.

સમરસ ગ્રામપંચાયતને જે રકમ અનુદાન પેટે મળે છે તેમાંથી ગામમાં ખૂટતી સગવડો ઉભી કરવામાં આવે છે. જીલ્‍લા આયોજન મંડળ વગેરે તરફથી ૫ણ નાણાંકીય જોગવાઇ ઉ૫લબ્‍ઘ છે. તેમાંથી વિકાસના કામો માટે પ્રાથમિકતા આ૫વાની હોય છે. આ રકમનો ઉ૫યોગ ગામના સ્‍થાનિક રહીશોની ગ્રામસભા નકકી કરે છે.

અત્‍યાર સુધીમાં મળેલ આવી પ્રોત્‍સાહક અનુદાનની રકમનો ઉ૫યોગ સામાન્‍ય રીતે અગિયારમા નાણાંપંચની મેચિંગ ગ્રાન્‍ટ તરીકે કરવામાં આવ્‍યો છે.

પ્રોત્‍સાહક અનુદાનનો ઉ૫યોગ ગામના સામૂહિક વિકાસના કામો કરવામાં થાય છે, જેમ કે પીવાના શુદ્ઘ પાણીની યોજના, આંતરીક એપ્રોચ રસ્‍તાઓ, સ્‍ટ્રીટ લાઇટની સુવિધા, પ્રાથમિક શાળાના ઓરડાઓ, પ્રા‍થમિક સારવાર કેન્‍દ્રોની વ્‍યવસ્‍થા, જળસંચય યોજના, જાહેર શૌચાલયના અને દૂ‍ષ‍િત પાણીના નિકાલની યોજના કે પ્રાથમિક સુવિધા... વગેરેમાં કરવાનો છે. આ ઉ૫રાંત જયાં પાણીની કાયમી તંગી વરતાતી હોય ત્‍યાં વોટર રિચાર્જની વ્‍યવસ્‍થા કરવાની, તળાવો ઉંડા કરવાના તથા બનાવવાના, કૂવા ખોદાવવાના તથા નદીનાળાં ૫ર આડબંધો બાંધી પાણીની સુવિધાઓ ઉભી કરવાની હોય છે.

પાછળ જુઓ આગળ જુઓ