પંચાયત વિભાગ
મુખપૃષ્ઠયોજનાઓસમરસ ગ્રામ યોજના

સમરસ ગ્રામ યોજના

અમુક જાણવા જેવું


ખેડા જીલ્‍લાના ઠાસરા તાલુકાની વિંઝોલ સમરસ ગ્રામપંચાયત - જેના સરપંચશ્રી તથા અન્‍ય તમામ સભ્‍યો મહિલાઓ છે.

નવસારી જીલ્‍લાના જલાલપુર તાલુકાની દાંડી ગ્રામપંચાયત સમરસ તરીકે જાહેર થયેલ જે ગેટ વે ઓફ ફ્રિડમ તરીકે ઓળખાય છે.

આણંદ જીલ્‍લામાં પેટલાદ તાલુકાની થામણા સમરસ ગ્રામપંચાયતમાં પીવાનું શુદ્ઘ પાણી આર.ઓ.પ્‍લાન્‍ટ દ્વારા સમગ્ર ગામમાં પૂરૂ પાડવામાં આવે છે. અને ૯૦ ટકા સુધી સેનીટેશનનાં કામ પૂર્ણ કરવામાં આવેલ છે. આ સમરસ ગામના સરપંચશ્રીને રાષ્‍ટ્ર૫તિશ્રીના હસ્‍તે એવોર્ડ મળેલ છે.

શાળાના, આંગણવાડીના, પીવાના પાણીના, વગેરે કામો કરવા માટે કાર્યરત માણસોને કેટલાંક સમરસ ગામોમાં પસંદ કર્યાના પ્રસંગો - દાખલાઓ બન્‍યા છે.

આમ ઉપરોક્ત જણાવ્યા મુજબ માહે ડીસેમ્બર ૨૦૧૧માં ૭૦૨ ગ્રામ પંચાયતોની યોજાયેલ ચૂંટણી પૈકી ૧૨૦ ગ્રામ પંચાયતો સમરસ થયેલ જે ગ્રામ પંચાયતોને રૂ|.૨,૯૯,૭૫,૦૦૦/- ની રકમ પ્રોત્સાહક અનુદાન તરીકે આપવામાં આવેલ છે તેમજ માહે એપ્રીલ ૨૦૧૨ માં યોજાયેલ ૭૮ ગ્રામ પંચાયતો પૈકી ૯ ગ્રામ પંચાયત સમરસ થયેલ જેને રૂ|.૨૨,૭૫,૦૦૦/- ની રકમ પ્રોત્સાહક અનુદાન તરીકે આપવામાં આવેલ છે.

પરસ્‍પર સંવાદથી વિધેયાત્‍મક પરિણામો પ્રાપ્‍ત થાય છે અને સાચોસાચ સદભાવના પણ બની રહે છે. ચાલો આપણે સૌ જીવનના તમામ વ્‍યવહારમાં સમરસતાની ભાવના વિકસાવીએ. રાજ્યનું દરેક ગામ સમરસ ગામ બને તેવા પ્રયાસો કરીએ.

પાછળ જુઓ